અમરેલીમાં આજે કોરોના એકસાથે 14 કેસ નોંધાયા


આજે સવાર સવારમાં જ અમરેલી જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે. એકસાથે 14 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 229 પર પહોંચી છે. હાલ અમરેલી જિલ્લામાં 229 કેસમાં 16ના મોત, 95 દર્દીઓ સારવાર હેઠળ અને 118ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. લાઠીના કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે અમરેલી કલેક્ટરને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, અમરેલી જિલ્લામાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. આથી ફરી ચૂસ્ત લોકડાઉન કરવાની માંગ કરી છે. કોરોના કેસનો આંક 200ને પાર થતા ચિંતા વ્યક્ત કરી છે. તેમજ જિલ્લામાં યોજાતા રાજકીય સંમેલનો રોકવા પણ માંગ કરી છે.
અમરેલી જિલ્લામાં આજે સવારે 8 વાગ્યા પહેલા 14 કેસ નોંધાયા છે. જેમાં પાણીયા ગામના 50 વર્ષના પુરૂષ, અમરેલીના શ્યામનગરના 39 વર્ષના પુરૂષ, કુંકાવાવના ઢુંઢીયા પીપળીયા ગામના 43 વર્ષના પુરૂષ, દામનગરના 65 વર્ષના મહિલા, બગસરાના ખારી-ખીજડીયા ગામના 31 વર્ષના મહિલા, સાવરકુંડલાની હોથીભાઇ શેરીમાં રહેતા 50 વર્ષના પુરૂષ, અમરેલીની સિદ્ધી વિનાયક સોસાયટીમાં રહેતા 30 વર્ષના પુરૂષ, કુંકાવાવના જંગર ગામના 65 વર્ષના મહિલા, લાઠીના રામપર ગામના 75 વર્ષના વૃદ્ધા, ખાંભાના 65 વર્ષના પુરૂષ, જાફરાબાદના પીપળીકાંઠાના 55 વર્ષના મહિલા, સાવરકુંડલાના હાડીડા ગામના 75 વર્ષના પુરૂષ, સાવરકુંડલાના નેસડી ગામના 66 વર્ષના પુરૂષ અને સાવરકુંડલાના સર્વોદયનગરના 65 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે. જસદણના કૈલાસનગર આટકોટ રોડ પર રહેતા ગોપાલભાઈ ટપુભાઈ છાયાણી (ઉં.વ.68)ને કોરોના પોઝિટિવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે.

અમરેલી જિલ્લામાં ટોટલ 229 કેસમાં 16 ના મોત, 95 દર્દીઓ સારવાર હેઠળ અને 118 ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો

Post a Comment

0 Comments