ફેસબુક કોવિડ-19 વિશે નું એક ફીચર લોન્ચ કરશે, રોગચાળાને લગતા ખોટા સમાચારની સત્યતા બહાર આવશે



સોશિયલ મીડિયા પણ કોરોના વાઇરસને અટકાવવા શક્ય એટલા પ્રયત્નો કરી રહ્યું છે. તાજેતરમાં જ લોકોને આ રોગ પ્રત્યે જાગ્રત કરવા ફેસબુકે જાહેરાત કરી છે કે, તે કોરોના રોગચાળા અંગેની ખોટી માહિતી ફેલાવતા સમાચારને અટકાવવા આવતા અઠવાડિયે તેના પ્લેટફોર્મ પર Facts About Covid-19 નામનું ડેડિકેટેડ સેક્શન લોન્ચ કરશે. આ સેક્શન મંગળવારે શરૂ થઈ શકે છે. આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા શોધાયેલી ખોટી બાબતો જેવી કે, કોરોના વાઇરસને રોકવા માટે બ્લીચ પીવું અથવા હાઇડ્રોક્સાઇક્લોરોક્વીન લેવાથી કોવિડ-19ને અટકાવી શકાય વગેરે દૂર કરી દેશે. ફેસબુકે એક નિવેદનમાં જણાવ્યું કે, આ અઠવાડિયે અમે કોવિડ-19 ઇન્ફોર્મેશન સેન્ટરનું ડિકેટેડ સેક્શન લોન્ચ કરી રહ્યા છે, જેને ફેક્ટ અબાઉટ કોવિડ-19 પણ કહેવામાં આવી શકે છે. તેમણે આગળ જણાવતા કહ્યું કે, રોગચાળા અંગેની ખોટી માહિતી સામે લડવા માટે અમારા દ્વારા ચાલી રહેલા કાર્યમાં આ લેટેસ્ટ સ્ટેપ છે.

અલર્ટ આપીને ફેસબુક-ઇન્સ્ટાગ્રામ યુઝરને માસ્ક પહેરવાનું યાદ કરાવશે લોકોને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે કંપની તેમને માસ્ક પહેરવાનું યાદ અપાવવા માટે ફેસબુક એપ્લિકેશન અને ઇન્સ્ટાગ્રામના ટોપ પર અલર્ટ પણ નાખી રહી છે. જેને જોઇને લોકોને માસ્ક પહેરવાનું યાદ આવી જાય.

Post a Comment

0 Comments