વેસ્ટ ઇન્ડીઝની બીજી વિકેટ પડી, નાઈટ વોચમેન અલ્ઝારી જોસેફ 32 રને આઉટ


વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં માન્ચેસ્ટર ખાતે 2 વિકેટે 71 રન કર્યા છે. ક્રેગ બ્રેથબેટ 21 રને અને શાઇ હોપ 0 રને અણનમ છે. અલ્ઝારી જોસેફ 32 રને ડોમ બેસની બોલિંગમાં શોર્ટ લેગ પર ઓલી પૉપના હાથે કેચ આઉટ થયો હતો. તે પહેલાં જોન કેમ્પબેલ 12 રને સેમ કરનની બોલિંગમાં LBW થયો હતો. અગાઉ ઇંગ્લેન્ડે પ્રથમ દાવ 469/9 ડિકલેર કર્યો હતો.

ઇંગ્લેન્ડે ઘરઆંગણે 3 વર્ષ પછી પ્રથમ દાવમાં 400 રન કર્યા છે. છેલ્લે તેમણે 2017માં વિન્ડિઝ સામે જ એજબેસ્ટન ખાતે 400નો આંક ક્રોસ કર્યો હતો. તેમના માટે બેન સ્ટોક્સે સર્વાધિક 176, ડોમિનિક સિબલેએ 120, જોસ બટલરે 40 અને 10મા ક્રમે ડોમ બેસે 31* રનનું યોગદાન આપ્યું હતું. વિન્ડિઝ માટે રોસ્ટન ચેઝે 5, કેમર રોચે 2, જ્યારે અલ્ઝારી જોસેફ અને જેસન હોલ્ડરે 1-1 વિકેટ લીધી હતી.

સ્ટોકસે અને સિબલેએ ચોથી વિકેટ માટે 260 રનની પાર્ટનરશિપ કરી

ઓપનર ડોમિનિક સિબલે અને બેન સ્ટોક્સે ચોથી વિકેટ માટે 260 રનની પાર્ટનરશિપ કરીને ઇંગ્લેન્ડને મજબૂત સ્થિતિમાં લાવી દીધું છે. 

Post a Comment

0 Comments