“તારક મહેતા” ની અંજલી ભાભી અસલ જિંદગીમાં ખુબ જ હોટ છે, એક એપિસોડ માટે લે છે આટલી મોટી રકમ



તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે જેની લોકપ્રિયતા દરેક ઘરમાં તમને જોવા મળશે. આ શો ખૂબ જ લાંબા સમયથી ચાલી રહ્યો છે. આ શો ના મુખ્ય પાત્ર જેઠાલાલ અને દયાબેન લોકોની વચ્ચે ખૂબ જ ફેમસ છે. જો કે શો લોકપ્રિયતા એટલી વધારે છે કે શો માં કામ કરવાવાળા બાકીના કલાકારો ની પોપ્યુલારિટી પણ કોઈનાથી ઓછી નથી. શો ની અંદર “અંજલી ભાભી” નું પાત્ર ટીવી એક્ટ્રેસ નેહા મહેતા નિભાવી રહી છે. તે શો માં તારક મહેતાની પત્નીનો રોલ પ્લે કરી રહી છે. શો માં અંજલી ભાભી તમને ભલે સિમ્પલ દેખાઈ રહ્યા હોય પરંતુ રિયલ લાઇફમાં તેઓ ખૂબ જ હોટ અને સ્ટાઇલિશ છે.



નેહાને થિયેટર સાથે ખૂબ જ પ્રેમ છે. ટીવીની દુનિયામાં આવતા પહેલા ઘણા વર્ષો સુધી ગુજરાતી થિયેટરનો હિસ્સો રહેલા છે. તે ભારતનાટ્યમ ખૂબ સારી રીતે જાણે છે. ડાન્સ કરવામાં તેમણે નિપુણતા પ્રાપ્ત કરેલ છે. નેહાનાં પિતા એક લેખક છે. એ જ કારણ છે કે તેમને એક્ટિંગ ફિલ્મમાં આવવા માટે ઘર પરિવારનો પુરો સપોર્ટ મળ્યો



નેહાએ પોતાની કારકિર્દીની શરૂઆત ૨૦૦૧માં આવેલી સીરીયલ “ડોલર બહુ” થી કરી હતી. ત્યારબાદ દેશ મે નિકલા હોગા ચાંદ, આયુષ્માન, મમતા, ભાભી, શકુંતલા, દિલસે દી દુઆ.. સૌભાગ્યવતી ભવ અને વાહ વાહ ક્યા બાત હૈ જેવી સિરિયલોમાં નજર આવ્યા હતા. જોકે તેમને ઘરે-ઘરે ઓળખ સબ ટીવી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માંથી મળી હતી.



તારક મહેતા શો નો એક એપિસોડ કરવા માટે નેહા અંદાજે ૩૫ થી ૪૦ હજાર રૂપિયા લેતી હોય છે. તે મહિનામાં ૧૫ દિવસ શૂટિંગ કરે છે. હવે તમે અંદાજો લગાવી શકો છો કે નેહા ની કમાણી કેટલી હશે. આટલી કમાણી હોવાને કારણે તેમની લાઇફ સ્ટાઇલ પણ ખૂબ જ શાનદાર છે. તેમની પાસે ઓડી થી લઈને BMW  સુધીની મોંઘી કાર છે.



નેહા તમને તારક મહેતાનાં શો ભલે એકદમ સીધી સાદી લાગી રહી હોય, પરંતુ રિયલ લાઇફમાં તે ખૂબ જ બોલ્ડ છે. તે ઇંસ્ટાગ્રામ ઉપર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. અહીંયા તે ફ્રેન્ડની સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેયર કરતા રહે છે.

Post a Comment

0 Comments