ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ પર અમિતાભ બોલ્યા- આ ખોટું છે


હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન છેલ્લા ઘણા દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યાં છે. પરંતુ સાથે તે અફવા ઉડી રહી છે કે અમિતાભ બચ્ચન સ્વસ્થ થઈ ગયા છે.  પરંતુ અમિતાભે ખુદ ટ્વીટ કરીને આ અફવાઓ પર વિરામ લગાવી દીધો છે



મિતાભ બચ્ચન આ સમયે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. અફવા હતી કે કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ બે-ત્રણ દિવસમાં બિગ બી ઘરે પરત ફરી શકે છે. પરંતુ બિગ બીએ ટ્વીટ કરીને લખ્યુ- આ ખોટું છે



મહત્વનું છે કે 11 જુલાઈએ મોડી રાત્રે અમિતાભ બચ્ચન પોતાના પુત્ર અભિષેકની સાથે મુંબઈની નાણાવટી હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે અભિષેકને હળવો તાપ હતો અને અમિતાભને શ્વાસ લેવામાં સમસ્યા હતી. બંન્નેનો કોરોના ટેસ્ટ થયો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ બંન્નેને દાખલ કરવામાં આવ્યા હતા. 

Post a Comment

0 Comments