સરકારે બીજી 47 ચાઈનીઝ એપ બેન કરી, ચાઈનીઝ કંપની દ્વારા ડેવલપ કરાયેલી PUBG સહિત 250 એપ્સ પર ટાર્ગેટ



ટિકટોક સહિતની 59 ચાઈનીઝ એપ્સ બેન કર્યા બાદ હવે કેન્દ્ર સરકારે અન્ય 47 ચાઈનીઝ એપ્સ બેન કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તમામ એપ દેશની સુરક્ષા માટે જોખમકારક હોવાથી અને ચીન સરકારને ડેટા શેર કરતી હોવાથી તેને બેન કરવામાં આવી છે. 

બેન કરવામાં આવેલી તમામ ચાઈનીઝ એપ્સ અગાઉ બેન થયેલી ચાઈનીઝ એપ્સની ક્લોન એપ્સ હતી. અર્થાત બેન કરવામાં આવેલી ચાઈનીઝ એપ્સના તમામ ફીચર્સ આ એપ્સ ધરાવતી હતી અને તે મૂળ ચીનથી ઓપરેટ થતી હતી.

રિપોર્ટ્સ પ્રમાણે, આ એપ્સને સેક્શન 69A ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ અંતર્ગત બેન કરવામાં આવી છે. સત્તાવાર રીતે ટૂંક સમયમાં સરકાર આ તમામ 47 એપ્સનું લિસ્ટ જાહેર કરશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકારે અન્ય 250થી વધારે ચાઈનીઝ એપ્સનું લિસ્ટ બનાવ્યું છે. તેમાં પોપ્યુલર ગેમિંગ એપ PUBG પણ સામેલ છે. આ એપ મૂળ તો દક્ષિણ કોરિયાની છે પણ તેને ચીનમાં ડેવલપ કરવામાં આવી છે. આ લિસ્ટમાં શાઓમીની ઝિલી, ચાઈનીઝ ઈ કોમર્સ સાઈટ અલિબાબાની અલિએક્સપ્રેસ એપ, બાઈટ ડાન્સની Resso અને ULike સહિતની અનેક એપ્સ સામેલ છે.

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પણ ટિકટોક સહિત અનેક ચાઈનીઝ એપ્સ બેન કરવાના સંકેત આપી ચૂક્યા છે.

Post a Comment

0 Comments