કર્ફ્યુના કડક અમલ : 2 પોલીસકર્મીઓએ યુવકોને લાકડીથી માર્યો, જોવો વીડિયો



અમદાવાદ શહેરમાં રાત્રિ કર્ફ્યુનો કડક અમલ પોલીસ કરાવે છે જેની વચ્ચે રાતે કેટલાક યુવાનોને બે પોલીસકર્મીઓ ઊંઘા સુવડાવી અને લાકડીઓ વડે મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વાઇરલ થયેલો વીડિયો અમદાવાદના રાયપુર વિસ્તારનો હોવાનું લાગી રહ્યું છે.

શહેરના રાયપુર વિસ્તારના કહેવાતા વીડિયોમાં રોડની સાઈડ પર 10 જેટલા યુવાનોને ઊંધા સુવડાવીને બે પોલીસકર્મી ડંડાથી મારતા દેખાય છે. જો કે ઊંધા સૂતેલા યુવાનોમાંથી કેટલાક મારથી બચવા માટે તરફડીયા મારતા દેખાય છે. બંને પોલીસકર્મી વારાફરતી યુવાનોને ડંડાથી જોરદાર માર મારતા દેખાય છે. એક પોલીસકર્મી પાટા પણ મારતો દેખાય છે. 30 સેકન્ડના વીડિયોને કોઈએ દૂરથી ધાબા પરતથી ઉતાર્યો હોવાનું જણાઈ રહ્યું છે.



સૂત્રો મુજબ વીડિયોમાં જે યુવાનોને પોલીસકર્મીઓ મારી રહ્યા છે તેઓ રાતે બર્થ-ડે પાર્ટી કરવા ભેગા થયા હતા. જો કે, પોલીસે તેમને સબક શીખવાડી રાત્રિ કર્ફ્યુ હોવાનો અહેસાસ કરાવ્યો હતો. કાગડાપીઠ પોલીસે હજી આ વીડિયો રાયપુરનો છે કે અન્ય વિસ્તારનો તેની પુષ્ટિ કરી નથી.

Post a Comment

0 Comments