મૃત્યુ બાદ સુશાંતની પીઠ પાછળ બનેલ ટેટુમાં છુપાયેલ એક ખાસ મેસેજ પરથી પડદો ઉઠ્યો


સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક મહિના કરતાં પણ વધારે સમય પસાર થઇ ચૂક્યો છે, પરંતુ તેના પ્રશંસકો હજુ પણ આઘાતમાં છે. તેઓ હજુ પણ આ દુઃખનાં આઘાતમાંથી બહાર નીકળી શક્યા નથી. ફેન્સ સુશાંત સિંહ મામલામાં સીબીઆઈ તપાસની માંગણી કરી રહ્યા છે. લોકો સુશાંતની જૂની તસવીરો અને વીડિયો શેયર કરીને તેમને યાદ કરી રહ્યા છે. તેની વચ્ચે સુશાંતનાં ટેટુ ની તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે. સુશાંતનું આ પહેલું ટેટુ હતું, જેને તેમણે પોતાની પીઠ પર બનાવેલ હતું.

હકીકતમાં સુશાંત ની પીઠ પર જે ટેટૂ બમને હતું તેને તેમણે પોતાની માતાને સમર્પિત કર્યું હતું. ટેટુ નું તેમની માતા સાથે ખાસ કનેક્શન હતું. પહેલા પણ આ વાત સામે આવી ચૂકી છે કે સુશાંત પોતાની માતાને ખૂબ જ નજીક હતા અને માતાના નિધન બાદ તે લગભગ તૂટી ગયા હતા. માતાના ગયા બાદ જેમ તેમ કરીને તેમણે પોતાને સંભાળ્યા હતા અને ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી હતી.

એટલું જ નહીં સુશાંતનાં ઇન્સ્ટાગ્રામ અકાઉંટને જોવામાં આવે તો તેમની છેલ્લી પોસ્ટ પણ પોતાની માં ના નામ પર હતી.  જ્યારે સુશાંત ૧૬ વર્ષના હતા ત્યારે તેમની માં દુનિયા છોડીને ચાલી ગઈ હતી. તેમને બ્રેન હેમરેજ થયું હતું. માં ની યાદ માં તેમણે પોતાની પીઠ ઉપર આ ટેટુ બનાવ્યું હતું.



આ ટેટુ બનાવ્યા બાદ સુશાંતે તેની તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેયર કરી હતી. સાથે તેમણે ડીકોડ પણ કર્યું હતું. સુશાંતે ટેટુ નો ફોટો શેયર કરતા કેપ્શન માં લખ્યું હતું, “પાંચ એલિમેન્ટ્સ, માં અને હું”. જો તમે આ ટેટૂને ધ્યાનપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવશે કે ટ્રાયંગલ ની વચ્ચે એક નાનું બાળક અને તેની માતા છે.

Post a Comment

0 Comments