ગુજરાતમાં નીચા દબાણ અને ચક્રવાત સિસ્ટમ સક્રિય હોવાને કારણે આગામી 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તે જ સમયે, હવામાન વિભાગે માછીમારો માટે ચેતવણી પણ જારી કરી છે કે, માછીમારો પણ અત્યારે સમુદ્રમાં ન જાય.
ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે
ગુજરાતમાં ઘણી નદીઓ વહેતી થઈ છે
ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદને કારણે દક્ષિણ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગ અને ગુજરાતના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વચ્ચેની બેઠક બાદ આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની 14 ટીમો જુદા જુદા જિલ્લામાં રવાના કરવામાં આવી છે.
હવામાન શાસ્ત્રીય નિયામક જયંત સરકારના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઓછા દબાણ અને ચક્રવાત પ્રણાલી સક્રિય હોવાના કારણે આગામી 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તે જ સમયે, હવામાન વિભાગે માછીમારો માટે ચેતવણી પણ જારી કરી છે કે, માછીમારો પણ અત્યારે સમુદ્રમાં ન જાય. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, નવસારીમાં એનડીઆરએફની ટીમને તૈનાત કરી છે. આ સાથે વડોદરામાં એનડીઆરએફના મુખ્યાલયમાં પણ એક ટીમ ગોઠવવામાં આવી છે.
ગુજરાતમાં આ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં 70 ટકાથી વધુ વરસાદ થયો છે, જેમાં રાજ્યના 205 ડેમમાંથી 37 ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે. જ્યારે 7 ડેમોમાં 70% પાણી ભરાયા છે. અત્યારે પણ ભારે વરસાદને કારણે અનેક નદીઓ વહેતી થઈ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીના કાંઠે વસેલા ગામના લોકોને પણ સલામત સ્થળે જવા જણાવ્યું છે.


0 Comments